જૂન – ૨૦૧૭ ની પરીક્ષાનું ફોર્મ ભરવાની અગત્યની તારીખો
|
વિના મૂલ્યે
|
01/04/2017 થી 30/04/2017
|
૧૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે
|
01/05/2017 થી 15/05/2017
|
૨૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે
|
16/05/2017 થી 31/05/2017
|
* રીપીટર વિદ્યાર્થીઓનું
જાન્યુઆરી-૨૦૧૭ ની પરીક્ષાનું
પરિણામ જો 29/04/2017 પછી જાહેર થયું હોય, તો પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા સુધી વિના
મૂલ્યે પરીક્ષા ફોર્મ અભ્યાસ કેન્દ્ર ખાતે જમા કરાવી શકશે. ત્યાર બાદ લેઇટ ફી સાથે
પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી ખાતે જમા કરાવવાના રહેશે. પરીક્ષા ફોર્મ સ્વીકારવાની
અંતિમ તારીખ 31/05/2017 રહેશે.
1.
નવા પ્રવેશાર્થી, જુના વિદ્યાર્થી કે રીપીટર વિદ્યાર્થી - દરેક પરીક્ષાર્થીએ પરીક્ષા આપવા માટે પરીક્ષા
ફોર્મ ભરવું
ફરજીયાત છે.
2.
પરીક્ષા ફોર્મ તા. 01/04/2017 થી યુનીવર્સીટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
3.
તા. 01/04/2017 કે તેના પછીથી યુનીવર્સીટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી સંપૂર્ણ અને સાચી વિગતો
ભરેલું પરીક્ષા ફોર્મ જ માન્ય ગણાશે.
4.
પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ
www.baou.edu.in
પર પોતાનો નોંધણી નંબર
લખી પરીક્ષા ફોર્મ ડાઉનલોડ કરવું.
5.
નિયત સમય મર્યાદા પહેલાં પરીક્ષા આપી શકાશે નહિ. દા.ત.
I.
જો બી.એ., બી.કોમ., બ્લીસ, એમ.એ. તથા ડીપ્લોમા અભ્યાસક્રમોનાં વિદ્યાર્થીનું એડમીશન
જુલાઈ – ૨૦૧૬ માં થયું
હોય, તો FY ની પરીક્ષા
જૂન – ૨૦૧૭ માં આપી શકે.
II.
આજ રીતે, બી.એ., બી.કોમ. તથા એમ.એ. અભ્યાસક્રમોનાં SYનાં વિદ્યાર્થીઓ તેમના SYનાં એડમીશનનાં એક વર્ષ બાદ SYની તથા બી.એ., બી.કોમ. અભ્યાસક્રમોનાં TYનાં વિદ્યાર્થીઓ તેમના
TYનાં એડમીશનનાં એક વર્ષ બાદ TYની પરીક્ષા આપી શકશે.
III.
પરંતુ, જો FY, SY કે
TYના વિદ્યાર્થીઓએ તેમના જે-તે વર્ષના એડમીશનના એક વર્ષ બાદ પરીક્ષા આપી હોય અને ફેઈલ થયા હોય, તો
તેઓ તે વર્ષની ફેઈલ થયેલા વિષયોની પરીક્ષા હવે પછી
લેવાનાર સત્રાંત પરીક્ષા દરમ્યાન આપી શકશે. દા.ત.
જાન્યુઆરી–૨૦૧૬ ના પ્રવેશાર્થી
જાન્યુઆરી–૨૦૧૭ની સત્રાંત પરીક્ષા આપી શકશે. પરંતુ જો તેઓ આ પરીક્ષા દરમ્યાન ફેઈલ થયા હોય,
તો ફેઈલ થયેલા વિષયોની
જૂન – ૨૦૧૭માં લેવાનાર સત્રાંત પરીક્ષા આપી શકાશે.
IV.
માત્ર સર્ટીફીકેટ અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ પ્રવેશના ૬ મહિના પછી પરીક્ષા આપી શકશે. જેમ કે
જાન્યુઆરી – ૨૦૧૭માં સર્ટીફીકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો હોય, તો પરીક્ષાર્થી
જૂન – ૨૦૧૭ માં પરીક્ષા આપી શકે.
6.
પરીક્ષામાં ગેરરીતિની સજા થયેલ હોય, તે વિદ્યાર્થી સજાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ જ પરીક્ષા આપી શકશે. દા.ત.
I.
જુલાઈ ૨૦૧૬ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતી નિમિત્તે એક વર્ષની સજા થયેલ વિદ્યાર્થી
જૂન ૨૦૧૭ માં પરીક્ષા આપી શકશે. તથા,
II.
જુલાઈ ૨૦૧૬ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતી નિમિત્તે બે વર્ષની સજા થયેલ વિદ્યાર્થી
જૂન ૨૦૧૮માં પરીક્ષા આપી શકશે.
III.
જુલાઈ ૨૦૧૫ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતી નિમિત્તે બે વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જુલાઈ ૨૦૧૭માં પરીક્ષા આપી શકશે.
7.
પરીક્ષા ફોર્મમાં પરીક્ષાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અચૂકપણે લગાવવો.
8.
ફોર્મમાં આપેલ તમામ સૂચનાઓ વાંચીને સાચી તથા સઘળી માહિતી અવશ્ય ભરી પરીક્ષા ફોર્મ પોતાના અભ્યાસ કેન્દ્ર પરજ જમા કરાવવું.
9.
વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં તેનો સંપૂર્ણ નોંધણી નંબર તથા અભ્યાસક્રમ અવશ્ય લખવાનો રહેશે. દા.ત.
811010104787B.A.
વિદ્યાર્થીએ નોંધણી નંબર લખવામાં અચૂક કાળજી રાખવી. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે “.”(ડોટ)પણ કરવું.
10. અભ્યાસકેન્દ્ર સંચાલકોએ વિદ્યાર્થી ચોકસાઈપૂર્વક સાચી માહિતી ભરે અને આપના કેન્દ્રના સહી સિક્કા પરીક્ષા
ફોર્મ અને પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચમાં થાય તેની કાળજી રાખવી.
ઉદાહરણ તરીકે વિદ્યાર્થીનો નોંધણી નંબર અને નામ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમના
કોડ અને નામ વગેરે માટે માર્ગદર્શન પૂરું પાડવું. અધૂરા અથવા ખોટી વિગતો વાળા
પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી માન્ય ગણશે નહિ તેની પરીક્ષાર્થી તથા કેન્દ્ર સંચાલકે
કાળજી રાખવી.
11.
પરીક્ષા ફોર્મમાં અને પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચમાં અભ્યાસ કેન્દ્રનાં સહી અને સિક્કા બંને હશે, તો જ પરીક્ષાર્થીનું ફોર્મ માન્ય ગણવામાં આવશે.
12.
પરીક્ષા ફોર્મ જમા કરાવ્યા બાદ પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચ વિદ્યાર્થીએ કાળજીપૂર્વક સંભાળીને રાખવી.
13.
પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/04/2017 છે.
14. નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ વિના મૂલ્યે પોતાના અભ્યાસ કેન્દ્ર પર પરીક્ષા ફોર્મ જમા કરાવી શકે છે.
15.
સંપૂર્ણ માહિતી અને તાજેતરના ફોટા સાથે ભરેલું નિયત ફોર્મ વિદ્યાર્થીએ પોતાના અભ્યાસકેન્દ્ર પર વિના મૂલ્યે તા. 30/04/2017 સુધીમાં જમા કરાવવાનું રહેશે.
16. યુનીવર્સીટી દ્વારા નિયત સમયમાં નિયત પરીક્ષા ફોર્મ ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે. વિદ્યાર્થી જો નિયત સમય મર્યાદામાં પરીક્ષા ફોર્મ નહિ ભરે,
તો લેઇટ ફી ભરવાની રહેશે
17. ફોર્મ જમા કરાવવાની નિયત મુદ્દત પછી તા. 01/05/2017 થી તા.
15/05/2017 સુધી લેઇટ ફી તરીકે રૂપિયા ૧૦૦/- (અંકે રૂપિયા સો પૂરા) ભરીને, અભ્યાસકેન્દ્રના
સહી-સિક્કા સાથે પરીક્ષાર્થીએ
પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી, અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે. લેઇટ ફી માટે “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી, અમદાવાદ” ના નામનો ડી.ડી. અથવા નીચે દર્શાવેલ બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ દ્વારા ભરી શકાશે. DD અથવા ઓનલાઈન ફી ભર્યાની એક્નોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ સાથેનુંા પરીક્ષા
ફોર્મ યુનીવર્સીટી,અમદાવાદના સરનામે તા. 15/05/2017 સુધીમાં યુનીવર્સીટી કાર્યાલયને મળે, તે રીતે મોકલવાનો રહેશે. પરીક્ષા ફોર્મ ભર્યાની પહોંચ કે જેમાં અભ્યાસકેન્દ્રનાં સહી
અને સિક્કા હોવા જોઈએ, તે
વિદ્યાર્થીએ પોતાની પાસેજ રાખવી.
18. ફોર્મ જમા કરાવવાની નિયત મુદ્દત પછી તા. 16/05/2017 થી
તા. 31/05/2017 સુધી લેઇટ ફી તરીકે રૂપિયા ૨૦૦ (અંકે રૂપિયા બસો પુરા) -/ ભરીને, અભ્યાસકેન્દ્રના સહી-સિક્કા સાથપરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી, અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે. લેઇટ ફી માટે “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન
યુનીવર્સીટી, અમદાવાદ” ના નામનો ડી.ડી. અથવા નીચે દર્શાવેલ બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ દ્વારા ભરી શકાશે. DD અથવા ઓનલાઈન ફી ભર્યાની એક્નોલેજમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ સાથેનુંા પરીક્ષા ફોર્મ
યુનીવર્સીટી, અમદાવાદના સરનામે તા. 31/05/207 સુધીમાં યુનીવર્સીટી કાર્યાલયને મળે, તે રીતે મોકલવાનો રહેશે. ત્યારબાદ યુનીવર્સીટીને મળેલ કોઈ પણ ચેક/ડી.ડી. તથા પરીક્ષા ફોર્મ માન્ય
ગણાશે નહી. પરીક્ષા ફોર્મ ભર્યાની પહોંચ કે જેમાં અભ્યાસકેન્દ્રનાં સહી અને સિક્કા હોવા જ જોઈએ, તે વિદ્યાર્થીએ પોતાની પાસેજ રાખવી.