વિદ્યાર્થી એ સૂચનાઓ વાંચ્યા બાદ જ પરીક્ષા ફોર્મ ભરવું.
                                                                                           
                                                          જાન્યુઆરી૨૦૧૭માં લેવાનાર સત્રાંત પરીક્ષા અંગેની અગત્યની સૂચનાઓ

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી – ૨૦૧૭માં લેવાનાર V & P Courseની સત્રાંત પરીક્ષા આપવા માટે હકદાર દરેક પરીક્ષાર્થી પાસે ફરજીયાત પરીક્ષા ફોર્મ ભરાવવાના થાય છે, જે સંદર્ભે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખશો.

જાન્યુઆરી – ૨૦૧૭ ની પરીક્ષાનું ફોર્મ ભરવાની અગત્યની તારીખો

Regular વિદ્યાર્થીઓ

Repeater વિદ્યાર્થીઓ

વિના મૂલ્યે

૦૭/૧૧/૨૦૧૬ થી ૦૭/૧૨/૨૦૧૬

વિષય દીઠ ૨૦૦/- રૂપિયા

૦૭/૧૧/૨૦૧૬ થી ૦૭/૧૨/૨૦૧૬

 

૧૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે

૦૮/૧૨/૨૦૧૬ થી ૧૮/૧૨/૨૦૧૬

વિષય દીઠ ૨૦૦/- રૂપિયા  + ૧૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે

૦૮/૧૨/૨૦૧૬ થી ૧૮/૧૨/૨૦૧૬

 

૨૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે

૧૯/૧૨/૨૦૧૬ થી ૨૯/૧૨/૨૦૧૬

વિષય દીઠ ૨૦૦/- રૂપિયા + ૨૦૦/- રૂપિયા લેઇટ ફી સાથે

૧૯/૧૨/૨૦૧૬ થી ૨૯/૧૨/૨૦૧૬

 

1.      નવા પ્રવેશાર્થી, જુના વિદ્યાર્થી કે રીપીટર વિદ્યાર્થી - દરેક પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવું ફરજીયાત છે. પરીક્ષા ફોર્મ ન ભરનાર પરીક્ષાર્થી પરીક્ષા આપી શકશે નહી

2.       પરીક્ષા ફોર્મ  07/11/2016  થી યુનિવર્સિટી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

3.       તા. 07/11/2016 કે તેના પછીથી યુનીવર્સીટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી સંપૂર્ણ અને સાચી વિગતો ભરેલું પરીક્ષા ફોર્મ જ માન્ય ગણાશે.

4.       પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ www.baou.edu.in પર પોતાનો નોંધણી નંબર લખી પરીક્ષા ફોર્મ ડાઉનલોડ કરવું.

5.       નિયત સમય મર્યાદા પહેલાં પરીક્ષા આપી શકાશે નહિ. દા.ત.

          જુલાઈ – ૨૦૧૫ પહેલાંના પ્રવેશાર્થીઓ માટે

     I . જો BBA, BBAHT, BBAIB, BBAAT, BCA(MUL), BMGA, APGDHC તથા APGDBA   અભ્યાસક્રમોનાં SYનાં વિદ્યાર્થીઓ તેમના SYનાં એડમીશનનાં એક વર્ષ બાદ   
               SY
ની તથા TYનાં વિદ્યાર્થીઓ તેમના TYનાં એડમીશનનાં એક વર્ષ બાદ TYની પરીક્ષા આપી શકશે.
   
    II. BCA અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ તેમના દરેક સેમિસ્ટરના પ્રવેશના ૬ મહિના પછી પરીક્ષા આપી શકશે. જેમ કે જુલાઈ – ૨૦૧૬માં પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ લીધો
       હોય, તો પરીક્ષાર્થી  પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા જાન્યુઆરી – ૨૦૧૭માં લેવાનાર સત્રાંત પરીક્ષા દરમ્યાન આપી શકે.  

   III. પરંતુ, જો FY, SY કે TYના વિદ્યાર્થીઓએ તેમના જે-તે વર્ષના એડમીશનના એક વર્ષ બાદ પરીક્ષા આપી હોય અને ફેઈલ થયા હોય, તો તેઓ તે વર્ષની પરીક્ષા હવે  
       પછી લેવાનાર સત્રાંત પરીક્ષા દરમ્યાન આપી શકશે. દા.ત. જુલાઈ–૨૦૧૫ ના પ્રવેશાર્થી જુલાઈ–૨૦૧૬ની સત્રાંત પરીક્ષા આપી શકશે. પરંતુ જો તેઓ આપરીક્ષા   
       દરમ્યાન ફેઈલ થયા હોય, તો બાકી રહેલા વિષયોની જાન્યુઆરી – ૨૦૧૭ની સત્રાંત પરીક્ષા આપી શકશે.

   IV. FLCE/FLCF અભ્યાસક્રમોનાં વિદ્યાર્થીઓ તેમના પ્રવેશના ૬ મહિના પછી પરીક્ષા આપી શકશે. જેમ કે જુલાઈ – ૨૦૧૬માં પ્રવેશ લીધો હોય, તો પરીક્ષાર્થી    
       જાન્યુઆરી-૨૦૧૭માં લેવાનાર સત્રાંત પરીક્ષા આપી શકાશે.       
જુલાઈ – ૨૦૧૫ તથા પછીના પ્રવેશાર્થીઓ માટે

                                          I. જો BBAHT, BBAIB, BBAAT, BCA(MUL) તથા BMGA અભ્યાસક્રમોનાં વિદ્યાર્થીનું એડમીશન ફેબ્રુઆરી – ૨૦૧૬ માં થયું હોય, તો FY ની પરીક્ષા ફેબ્રુઆરી – ૨૦૧૭માં     આપી શકે.

                        II. આજ રીતે, ઉપર જણાવેલ અભ્યાસક્રમોનાં SYનાં વિદ્યાર્થીઓ તેમના SYનાં એડમીશનનાં એક વર્ષ બાદ SYની તથા TYનાં વિદ્યાર્થીઓ તેમના TYનાં એડમીશનનાં એક વર્ષ બાદ TYની પરીક્ષા આપી શકશે.

                III.પરંતુ, જો FY, SY કે TYના વિદ્યાર્થીઓએ તેમના જે-તે વર્ષના એડમીશનના એક વર્ષ બાદ પરીક્ષા આપી હોય અને ફેઈલ થયા હોય, તો તેઓ તે વર્ષની પરીક્ષા હવે પછી લેવાનાર સત્રાંત પરીક્ષા દરમ્યાન આપી શકશે. દા.ત. જુલાઈ–૨૦૧૬ ના પ્રવેશાર્થી જુલાઈ–૨૦૧૭ ની સત્રાંત પરીક્ષા આપી શકશે. પરંતુ જો તેઓ આ પરીક્ષા દરમ્યાન ફેઈલ થયા હોય, તો બાકી રહેલા વિષયોની જાન્યુઆરી – ૨૦૧૮ ની સત્રાંત પરીક્ષા આપી શકશે.

                IV. ઉપર જણાવેલ અભ્યાસક્રમો સિવાયનાં અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ તેમના દરેક સેમિસ્ટરના  પ્રવેશના ૬ મહિના પછી પરીક્ષા આપી શકશે. જેમ કે જુલાઈ – ૨૦૧૬માં પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ લીધો હોય, તો પરીક્ષાર્થી  પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા જાન્યુઆરી – ૨૦૧૭માં લેવાનાર સત્રાંત પરીક્ષા દરમ્યાન આપી શકે.    

6.       પરીક્ષામાં ગેરરીતિની સજા થયેલ હોય, તે વિદ્યાર્થી સજાના કાર્યકાળ દરમ્યાન કોઈ પણ પરીક્ષા આપી શકશે નહિ. દા.ત.

                                I.   જાન્યુઆરી ૨૦૧૬ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતી નિમિત્તે એક વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જાન્યુઆરી ૨૦૧૭ માં પરીક્ષા આપી શકશે. તથા,

                                II.   જાન્યુઆરી ૨૦૧૬ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતી નિમિત્તે બે વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જાન્યુઆરી ૨૦૧૮માં પરીક્ષા આપી શકશે.

                                III.  જુલાઈ ૨૦૧૫ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતી નિમિત્તે બે વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જુલાઈ ૨૦૧૭માં પરીક્ષા આપી શકશે.

                           IV.  જાન્યુઆરી ૨૦૧૫ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતી નિમિત્તે બે વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જાન્યુઆરી ૨૦૧૭માં પરીક્ષા આપી શકશે.

 7.       પરીક્ષા ફોર્મમાં પરીક્ષાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અચૂકપણે લગાવવો.

8.      ફોર્મમાં આપેલ તમામ સૂચનાઓ વાંચીને સાચી તથા સઘળી માહિતી અવશ્ય ભરી પરીક્ષા ફોર્મ પોતાના અભ્યાસ કેન્દ્ર પર જ જમા કરાવવું.

9.      વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં તેનો સંપૂર્ણ નોંધણી નંબર તથા અભ્યાસક્રમ અવશ્ય લખવાનો રહેશે. દા.ત. 811010104787BCA વિદ્યાર્થીએ નોંધણી નંબર લખવામાં    અચૂક કાળજી રાખવી.

10. અભ્યાસકેન્દ્ર સંચાલકોએ વિદ્યાર્થી ચોકસાઈપૂર્વક સાચી માહિતી ભરે અને આપના કેન્દ્રના સહી સિક્કા પરીક્ષા ફોર્મ અને પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચમાં થાય    તેની કાળજી રાખવી. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીનો નોંધણી નંબર અને નામ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમના કોડ અને નામ વગેરે માટે માર્ગદર્શન પૂરું પાડવું. અધૂરા અથવા ખોટી વિગતો વાળા પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી માન્ય ગણશે નહિ તેની પરીક્ષાર્થી તથા કેન્દ્ર સંચાલકે કાળજી રાખવી. 

11.પરીક્ષા ફોર્મમાં અને પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચમાં અભ્યાસ કેન્દ્રનાં સહી અને સિક્કા બંને હોવા ફરજીયાત છે. જો પરીક્ષા ફોર્મમાં અને પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચમાં અભ્યાસ કેન્દ્રનાં સહી અને સિક્કા નહિ હોય, તો પરીક્ષાર્થીનું ફોર્મ માન્ય ગણવામાં આવશે નહિ.

12.પરીક્ષા ફોર્મ જમા કરાવ્યા બાદ પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચ વિદ્યાર્થીએ કાળજીપૂર્વક સંભાળીને રાખવી.

13.પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07/12/2016 છે.

14. નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફોર્મ ભરનાર Regular વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારની પરીક્ષા ફી લેવામાં આવતી નથી.

15.નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફોર્મ ભરનાર Repeater વિદ્યાર્થીઓએ વિષય દીઠ ૨૦૦/- રૂપિયા ભરવાના રહેશે.

16. નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફોર્મ ભરનાર MBCS વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની નથી પરંતુ, પરીક્ષા ફોર્મ સાથે Caste Certificate અવશ્ય લગાડવું.

17.સંપૂર્ણ માહિતી અને તાજેતરના ફોટા સાથે ભરેલું નિયત ફોર્મ વિદ્યાર્થીએ પોતાના અભ્યાસકેન્દ્ર પર વિના મૂલ્યે તા.   ૦૭ /૧૨/૨૦૧૬  સુધીમાં જમા કરાવવાનું રહેશે.

18.યુનીવર્સીટી દ્વારા નિયત સમયમાં નિયત પરીક્ષા ફોર્મ ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે. વિદ્યાર્થી જો નિયત સમય મર્યાદામાં પરીક્ષા ફોર્મ નહિ ભરે, તો લેઇટ ફી ભરવાની રહેશે.

19.ફોર્મ જમા કરાવવાની નિયત મુદ્દત પછી તા ૦૮/૧૨/૨૦૧૬ થી ૧૮/૧૨/૨૦૧૬  સુધી લેઇટ ફી તરીકે રૂપિયા ૧૦૦/- (અંકે રૂપિયા સો પૂરા) ભરીને, અભ્યાસકેન્દ્રના સહી-સિક્કા સાથે પરીક્ષાર્થીએ  પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી, અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે. લેઇટ ફી માટે “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી, અમદાવાદ” ના નામનો ચેક/ડી.ડી. તથા પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી, અમદાવાદના સરનામે તા. ૧૮/૧૨/૨૦૧૬ સુધીમાં યુનીવર્સીટી કાર્યાલયને મળે, તે રીતે મોકલવાનો રહેશે. ત્યારબાદ યુનીવર્સીટીને મળેલ કોઈ પણ ચેક/ડી.ડી. કોઈ પણ ચેક/ડી.ડી. તથા પરીક્ષા ફોર્મ માન્ય ગણાશે નહી. પરીક્ષા ફોર્મ ભર્યાની પહોંચ કે જેમાં અભ્યાસકેન્દ્રનાં સહી અને સિક્કા હોવા જોઈએ, તે વિદ્યાર્થીએ પોતાની પાસે રાખવી.

ફોર્મ જમા કરાવવાની નિયત મુદ્દત પછી તા. ૧૯/૧૨/૨૦૧૬ થી ૨૯/૧૨/૨૦૧૬ સુધી લેઇટ ફી તરીકે રૂપિયા ૨૦૦ (અંકે રૂપિયા બસો પુરા) -/ ભરીને, અભ્યાસકેન્દ્રના સહી-સિક્કા સાથે પરીક્ષાર્થીએ  પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી, અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે. લેઇટ ફી માટે “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી, અમદાવાદ” ના નામનો ચેક/ડી.ડી. તથા પરીક્ષા ફોર્મ યુનીવર્સીટી, અમદાવાદના સરનામે તા. ૨૯/૧૨/૨૦૧૬ સુધીમાં યુનીવર્સીટી કાર્યાલયને મળે, તે રીતે મોકલવાનો રહેશે. ત્યારબાદ યુનીવર્સીટીને મળેલ કોઈ પણ ચેક/ડી.ડી. તથા પરીક્ષા ફોર્મ માન્ય ગણાશે નહી. પરીક્ષા ફોર્મ ભર્યાની પહોંચ કે જેમાં અભ્યાસકેન્દ્રનાં સહી અને સિક્કા હોવા જોઈએ, તે વિદ્યાર્થીએ પોતાની પાસે રાખવી. ોતાની પાસે રાખવી.

21.લેઇટ ફી વાળા ફોર્મ સ્વીકારવાની ઉપર જણાવેલ છેલ્લી તારીખ યુનીવર્સીટી સુધી ફોર્મ પહોચાડવા માટેની છે તેની વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી.

    22. તા. ૨૯/૧૨/૨૦૧૬ પછી કોઈ પણ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહી તથા તેમની હોલ ટીકીટ – જે પરીક્ષા ખંડમાં બેસવા ફરજીયાત છે, તે  
        પણ ઉપલબ્ધ થશે નહિ, તેની વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી .

23. 23.તા. ૧૩/૧/૨૦૧૭ બાદ V & P અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ યુનીવર્સીટીની વેબસાઈટ પરથી પોતાની હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકશે. હોલ ટીકીટ યુનિવર્સિટી દ્વારા ટપાલ/e-મેઈલ દ્વારા વિધાર્થીને મોકલવામાં આવશે નહીં.  

    24. પરીક્ષાર્થીએ પરીક્ષા આપતી વખતે પોતાની હોલ ટીકીટ તથા યુનિવર્સિટીનું આઇકાર્ડ ફરજીયાતપણે સાથે રાખવું. પરીક્ષા દરમ્યાન હોલ ટીકીટમાં ખંડ નિરીક્ષકશ્રીની સહી અચૂકપણે કરાવવી. આઇકાર્ડ ન મળવાના સંજોગોમાં કે ખોવાઇ જવાના કિસ્સામાં જરૂરી કાર્યવાહી કરી આઇકાર્ડ મેળવી લેવું.

 

25.Hall Ticket માં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર જ પરીક્ષા આપવાની રહેશે. અન્ય પરીક્ષા કેન્દ્ર પર આપેલ પરીક્ષા રદ કરવામાં આવશે. વિદ્યાર્થીએ યુનીવર્સીટી દ્વારા નક્કી કરેલ કેન્દ્ર પર જ પરીક્ષા આપવાની રહેશે.

   26. પરીક્ષાની Hall Ticket માં તમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર, તમારું નામ, નોંધણી નંબર , પાઠ્યક્રમો, પરીક્ષાની તારીખ અને સમય દર્શાવેલ હોય છે, તે ચેક કરી લેશો.
        પરીક્ષા ખંડમાં
Hall ticketમાં ખંડ નિરીક્ષકશ્રીની અચૂકપણે સહી કરાવવાની રહેશે.

27.Hall ticket માટેની કોઈ પણ અગવડ માટે baou.exam@baou.edu.in પર e-મેઈલ કરવો.

28.જે પાઠ્યક્રમોમાં નોંધણી કરાવી હોય, તે જ પાઠ્યક્રમની પરીક્ષા આપી શકાશે. તેમાં ફેરફાર કરવા દેવામાં આવશે નહિ.

29.માહિતી માર્ગદર્શક પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ જ પાઠ્યક્રમ કોડ અને પાઠ્યક્રમના શીર્ષક લખવામાં પૂરેપુરી કાળજી રાખવી.

30.પરીક્ષાનું સમયપત્રક તથા હોલ ટીકીટ (Hall Ticket) યુનીવર્સીટીની વેબસાઈટ www.baou.edu.in પર મૂકવામાં આવશે.

31.ઉત્તરવહી અને પુરવણીમાં નિરીક્ષકની સહી ફરજિયાત હોવી જોઇએ અન્યથા ઉત્તરવહી કે પુરવણી માન્ય ગણાશે નહી.